લખપત તાલુકના બરંદા ગામે સૂઝલોન કંપની દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરવામાં આવી

લખપત તાલુકાના બરંદા ગામના ખેડૂત ઇસ્માઇલ મામદ લુહાર દ્વારા ભારત ના વડાપ્રધાનને લેખિત રજુઆત કરવામાં આવી છે કે, સ્થાનિકે સૂઝલોન કંપની દ્વારા આડેધડ ગેરકાયદેસર ના દબાણો કરવામાં આવી રહ્યો છે. તેમજ કંપની દ્વારા ખેડૂતોના ઉભેલા પાકને પણ નુકશાની કરવામાં આવી રહી છે. કંપનીએ પોતાની મનસ્વી વલણ થી પશુધનનું આવન-જાવન નું રસ્તો, પાણીના વહેણ પર ગેરકાયદેસર રસ્તાઓ બનાવીને વહેણ ને પણ અવરોધવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર અને સક્ષમ અધિકારીની મંજૂરી વગરના બનાવવામાં આવેલા રસ્તાઓ માટે મીઠી ઝાડીઓને પણ કાપી દેવામાં આવ્યા છે. અરજદારે અન્યો આક્ષેપો પણ રજૂઆત માં કર્યા છે, ખેડૂતોની માંગણી વાળી જમીન પર કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના સૂઝલોન કંપની દ્વારા પવનચક્કીઓ અને રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે. જે માટે જમીન પચાવવાના કાયદા હેઠળ કચ્છ કલેકટરને પણ ફરિયાદ કરવામાં આવી ચૂકી છે. સામે પક્ષે મોટી કંપની હોવાથી સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા ઢીલાશ ની નીતિ અપનાવવામાં આવી રહી છે, એક તરફ સરકાર દ્વારા ખેડૂતો માટે અલગ અલગ જગ્યાએ વાયદાઓની છડીઓ લગાવવામાં આવી રહી છે, તો અંદરો અંદર આવી મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવતી કનડગત અને ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉલટો ખેડૂત અરજદારોને તંત્રના અધિકારીઓ મારફતે વારંવાર અરજીઓ આપવાના બહાનાઓ થી હેરાન પરેશાન કરવામાં આવે છે. અરજદારે સ્થાનિક પંચાયત અને સૂઝલોન કંપનીની મિલીભગત ના પણ દાવાઓ રજુઆત માં કરેલ છે. સ્થાનિકેથી ન્યાય ન મળતો હોવાથી અરજદારે ભારત સરકાર સમક્ષ ન્યાય ની ધા મૂકી છે.