ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો

કાલરોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત તથા વૈદ્ય પંચકર્મ અધિકારી વૈદ્ય બર્થાબેન પટેલ  સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના માર્ગદર્શન હેઠળ “પોષણમાહ” તથા આઝાદી કા  અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગ સ્વરૂપે પ્રોજેક્ટ ડાયરેક્ટર ATMA અને નાયબ ખેતી નિયામક ભુજ ડો. કિરણસિંહ વાઘેલા ના સંયુક્ત ઉપક્રમે ભુજ તાલુકાના ચકાર કોટડા ગામે “આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે દરમ્યાન ઉપસ્થિત ખેડુત ભાઇ-બહેનોને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના મેડીકલ ઓફીસર વૈદ્ય પાવન ડી ગોરે આયુર્વેદ શાસ્ત્ર મુજબ સ્વસ્થ અને નિરામય જીવન જીવવા માટે આયુર્વેદ ખુબજ મહત્વનું છે તે બાબતે પોષણ અંગે તેમજ દિનચર્યા ઋતુચર્યા વિશે સમજ્ણ પુરી પાડી તથા રસોડાની ઔષધીઓ, બગીચાની ઔષધીઓનો ઘરેલુ ઉપચાર તથા ખેતરના સેઢા ઉપર ઉગતી ઔષધી વનસ્પતિઓ વિશે જાણકારી,તેમજ  માર્ગદર્શન તથા તેની ઉપયોગિતા વિશે સમજણ પુરી પાડવમાં આવી તથા ખેડુત ભાઇ બહેનોને નાની મોટી બિમારી માટે તબીબી સેવા પુરી પાડેલ હતી. તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના યોગ શિક્ષક સમિરભાઇ વી સોલંકી એ સ્વસ્થ રહેવા માટે દૈનિક યોગાભ્યાસ વિશે જાણકારી આપી તથા વિવિધ આસન તથા પ્રાણાયામ  શીખવ્યા તથા તેના દ્વારા શરીરની તંદુરસ્તી જાળવી સ્વસ્થજીવન જીવી શકાય તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તમામને COVID-19 અંતર્ગત સ્વસ્થ રહેવા માટે આયુર્વેદિક સ્વાસ્થ રક્ષામૃત અમૃત પેય ઉકાળાનું પાન કરાવવામાં આવ્યુ હતું તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા જણાવાયું છે.