ભુજ ખાતેથી પકડી પાડતી પેરોલ ડો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રૅન્જ આઈ.જી.પી. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ ફર્લો, વચગાળાના જામીન ફરારી, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાજ પોલીસ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. આજરોજ પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, પાલારા ખાસ જેલ ભુજમાથી વચગાળાના જામીન પર મુકત થયેલ કાચા કામના કેદી હાજી મામદ ભજીર ઉ.વ.૩૯ રહે.ભુજપુર તા.મુંદરા હાલ રહે.સુખપર તા.ભુજ વાળો મૌરઝાપર બસસ્ટેશન પાસે બાતમી વાળી જગ્યાએ હાજર મળી આવતા જેની પુછપરછ કરતા જણાવેલ કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનવ્યે કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને રાખી જેલમા કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામા આવેલ ડાયરેક્શન મુજબ વચગાળાના જામીન રજા ઉપર મુક્ત કરવામા આવેલ અને મુદત પુરી થયેલ હોવા છતા પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઇ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પાલારા ખાસ જેલ ભુજ ખાતે બારોબાર સુપ્રત કરવામા આવેલ છે. ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ હરિલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી, રઘુવિરસિંહ ઉદુભા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશ ચૌધરી નાઓ જોડાયેલ હતા.