સ્વ નિર્ભર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યો માટે વહીવટી સેમિનાર યોજાયો

૧ લી ઑક્ટોબરના રોજ જિલ્લાના સાંદિપની શાળા વિકાસ સંકુલ- ભુજ, શ્યામજી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલ – માંડવી અને મુંદ્રા અને સ્વામિ વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ- નખત્રાણા,લખપત અને અબડાસા ની  સ્વનિર્ભર શાળાઓના આચાર્યો માટે કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેકટર બી.એમ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને વહીવટી સેમિનાર યોજાયો જેમાં શાળાકીય વહીવટી બાબતોનું સચોટ અને ઝીણવટભર્યું માર્ગદર્શન વિવિધ અધિકારી તેમજ તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યું સેમિનારનું આયોજન ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ મુકામે કરવામાં આવ્યું. મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ શાળાની વિદ્યાર્થિની પ્રિશા અંજારિયા દ્વારા સુંદર શાસ્ત્રીય નૃત્ય દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરીને સેમિનારને ખુલ્લો મુકાયો. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર જોબન દ્વારા કરવામાં આવ્યું. સેમિનારમાં મુખ્ય તજજ્ઞ  એવા કચેરીના શિ.નિ. વસંત તેરૈયા સાહેબ દ્વારા પ્રવેશ અને એલ.સી.બાબતે તેમજ શિ.નિ. કમલેશ મોતા સાહેબ દ્વારા શાળા નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અને વેલ્યુ એજ્યુકેશન,શિ.નિ..મન્સૂરી સાહેબ દ્વારા શાળાકીય આયોજન તેમજ પરીક્ષા આયોજન જેવા મુદ્દાઓ ઉપર સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. સેમિનારમાં ભાગ લેનાર શાળાના આચાર્યઓએ સેમિનાર દરમિયાન વહીવટી બાબતો અંગે અપડેટ થયાનું તેમજ આવા સેમિનાર સમયાંતરે થતાં રહેં એવી લાગણી પોતાના પ્રતિભાવોમાં વ્યક્ત કરી હતી. સેમિનાર વ્યવસ્થાને લગતી જવાબદારી કચેરીના એ.ઈ.આઇ. વકીલ સાહેબે સંભાળી હતી જ્યારે સંચાલન કચેરીના એ.ઈ.આઈ. નાકર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.કચેરીના એ.ઈ.આઇ.કુ.દિપીકાબેન પંડ્યા દ્વારા સુંદર સંકલન કરવામાં આવ્યું.સેમિનારમાં ભુજના SVS-QDC સંયોજક,આચાર્ય સંઘના  બાડમેરા ઉપસ્થિત રહ્યા હતા.સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર જોબન,પ્રકાશ ઠક્કર તેમજ તેઓની સમગ્ર ટીમ દ્વારા સુંદર  આયોજન ગોઠવવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તેઓને બિરદાવવામાં આવ્યા હતા.બપોરે સ્વરૂચી ભોજન બાદ સેમિનારની પૂર્ણાહુતિ થઈ હતી.