રાજકોટની ગોંડલની સંઘાણી શેરીમાં એલસીબીનો દરોડો:11 હજારનો દારૂ-બીયર સાથે બુટલેગરની ધરપકડ

ગોંડલમાં સંઘાણી શેરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 11 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જયારે જેના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો છુપાવ્યો હતો તે મકાન માલિક ફરાર થઈ ગયો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ,જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ- જુગારના કેસો શોઘી કાઢવા સુચના કરતા એલસીબીના પી.આઈ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી,પ્રહલાદસિંહ રાઠોડ,રૂપકભાઇ બોહરાને મળેલ બાતમીના આધારે ગોંડલ, સંઘાણી શેરી,લાલા પારેખનું નાકામાં ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતાના મકાનમાં દરોડો પડતા જ્યાંથી અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ બોટલો(જગ) નંગ-3 કિ.રૂ.4,000 તથા બીઅર ટીન નંગ- 71 કિ.રૂ.7,100,એક મોબાઇલ ફોન કિ.રૂ. 3,000 મળી કુલ રૂ. 14,100 મુદામાલ કબજે કરી ઇશાકભાઇ મહમદભાઇ ગામોટ ( ઉ.વ. 42)ની ધરપકડ કરવામાં આવી હતી. જયારે મકાન માલિક ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતા ફરાર થઈ ગયો હતો.એલ.સી.બી.ના પી.આઈ એ.આર.ગોહિલ પીએસ.આઈ એસ.જે.રાણા,એ.એસ.આઇ. મહેશભાઇ જાની સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.