રાજ્ય કક્ષાના વન મહોત્સવ અંતર્ગત શહેર પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


દેશમાં છેલ્લા 10 મહિનાથી કેન્દ્ર સરકારના ત્રણ કૃષી કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે દેશભરના ખેડુતો આંદોલન ચલાવી રહયા છે. જેમાં દિલ્હીની સરહદો ઉપર ધરણા તથા પ્રદર્શન થઈ રહયા છે.આ મુદ્દે કેન્દ્ર સરકાર અને રાજય સરકારોના કાયેક્રમો સામે કાળા વાવટા ફરકારવવા માટે પ્રદર્શનો યોજવાના નિણેયના ભાગરૂપે ઉમર પ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં સરકારી કાર્યક્રમ સામે કાળા વાવટા ફરકાવવા એકઠા થયેલા ખેડૂતો ઉપર કેન્દ્ર સરકારના ગૃહ રાજયમંત્રી અજય મિશ્રા ના પુત્ર આશીષ મીશ્રા દ્વારા પોતાની કાર આંદોલન કારીઓ ખેડુતોના સમુહ પર ચડાવી દેવાના ઘટના સ્થળે 3 ખેડુતો અને સારવાર દરમ્યાન વધુ 5 ખેડુતોના મોત નિપજયા છે.આ ઘટનાના જવાબદાર વ્યકિત સામે માનવ વધના ગુન્હા દાખલ કરી ધટના કરનારાઓ અને ઘટનાને પ્રોત્સાહન આપનારા સામે પોલીસ કાયેવાહી કરવા તેમજ લોકશાહી પ્રણાલીથી ચુટાયેલા કેન્દ્ર સરકારના ગૃહ રાજયમંત્રી અજય મીશ્રા રાજીનામું આપે અને ઘટનામાં મૃતક ખેડુતોને ખેડુત દીઠ રૂ. 25 લાખ ની સહાય આપે તેવી માંગ સાથે અખીલ ભારતીય સંયુકત કિશાન મોરચા તેમજ ગુજરાત કિશાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઈ ગજેરા તેમજ રાજકોટ જીલ્લા મંત્રી દિનેશભાઈ કંટારીયા ઉપપ્રમુખ લખમણભાઈ પાનેરા, રાજય સમીતીના સભ્ય કાળાભાઈ બારીયા, ખીમાભાઈ તેમજ વસોયાભાઈ, નટુભાઈ સોજીત્રા એ ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી આ ઘટનાના ગુન્હેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી.