રાજ્ય કક્ષાના વન મહોત્સવ અંતર્ગત શહેર પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક ઉષ્ણતા) અને તેની ભયંકર અસરો વર્તમાન સમયની હકીકત બની ચૂકેલી છે. ઋતુઓ અસંતુલિત અને અણધારી બની રહી છે. પૃથ્વી પર પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ધ્વારા માનવજાતિના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે ધરતી પરના ગ્રીન કવરને અનેકગણુ વધારવું તે જ માનવજાતિ માટે એકમાત્ર અને અનિવાર્ય વિકલ્પ રહ્યો છે.  વિશ્વમાં વધતી જતી વસ્તી ના કારણે પ્રકૃતીને પણ દિનપ્રવતિીન ઘણુ નુકશાન થતુ જાય છે જેથી ગ્લોબલ વોમીગની પરીસ્થીતી નીર્માણ પામેલ છે અને જયારે જયારે પ્રકૃતીને નુકશાન થતુ હોય છે. ત્યારે અલગ અલગ રોગચાળો ફેલાય છે. આવનારી પેઢી સ્વસ્થ અને સુરક્ષીત રહે તે માટે આપણે આજથીજ વધુમા વધુ વૃક્ષોનુ વાવેતર કરી અને પ્રકૃતીનુ જતન કરવુ ખુબજ જરૂરી છે જેથી કરી એક વ્યદકત એક વૃક્ષનો હેતુ સિધ્ધ કરવા લોકોએ જાગૃત થઇ અને પોતે એક વૃક્ષનુ વાવેતર કરી પોતાની નૈતીક ફરજ સમજી જતન કરવુ જોઇએ જેથી કરી વૃક્ષોની સંખ્યા વધતા પર્યાવરણમા ઘણો સુધારો થશે અને ભવિષ્યમા તેનો ફાયદો આવનારી પેઢી આપના બાળકોને કોઇના કોઇ રીતે થશે જ. રાજ્ય કક્ષાના વન મહોત્સવ વર્ષ 2021 અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા મુખ્ય મથકો અને રામનાથ પરા કોમ્યુનીટી હોલ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો છે. રાજકોટના પોલીસ અધિકારીઓએ વનમહોત્સવ 2021 રાજકોટના તમામ પોલીસ મથકોમાં શક્ય તેટલું પર્યાવરણ ભોગ્ય બનાવવા અને પોલીસ મથકોમાં ગ્રીન કવરમાં વધારો કરવાના નિર્ધાર સાથે આજે મોટા પાયે વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ ડીસીપી ઝોન-1 પ્રવીણ કુમાર મીણા,ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સાથે તમામ એ.સી.પી અને પોલીસ મથકના પી.આઈ સાથે રામનાથ પરા ખાતે કોમ્યુનીટી હોલ પાસે વૃક્ષારોપણ કર્યું હતું.