બાંટવામાં એસ.બી.આઈ. બેંકે શીલ કરેલ મકાનમાંથી રૂા.40 હજારના સામાનની ચોરી

બાંટવા ખાતે રહેતા આરોપી જયસીંગ લખધીરભાઈ પરમારની મિલ્કત મકાન બેંકની લોન ભરપાઈ ન કરવાથી અમદાવાદ માલ સામાન મુખ્ય દરવાજાની ચોરી કરી લઈ ગયાની બાંટવા પોલીસમાં ભાવનગર એસબીઆઈ અધિકારીએ નોંધાવી છે. આ અંગેની વિગત મુજબ બાંટવાના રહીશ નરેન્દ્ર મગનલાલ રાવલે એસબીઆઈ બેંકમાંથી લોન લીધેલ જે લોન ભરપાઈ ન કરતા તેની મિલ્કત ફરીયાદી રામપ્રસાદ (ઉ.53) સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ઓથોરાઈજ ઓફીસર અને કોર્ટ કમિશ્ર્નર રીકવરી શાખા ભાવનગર દ્વારા શીલ કરવામાં આવેલ હોય બાદ ગત તા.28-9-21થી 1-10-21 દરમ્યાન આરોપી જયસીંગ લગધીર પરમાર રે.બાંટવા વાળાએ મકાનની દિવાલ ઠેકી ઉપરના માળે બાલકનીમાંથી મકાનમાં પ્રવેશી નીચે ગ્રાઉન્ડનો નકુચો તોડી અંદરની ચીજવસ્તુઓ તેમજ મુખ્ય ગેઈટ તોડી ચીજવસ્તુઓ સહિત કુલ 40 હજારની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાતા પીએસઆઈ પી.એસ. ઝાલાએ તપાસ હાત ધરી છે. રિકવરી ટ્રીબ્યુનલ બે કોર્ટ અમદાવાદના કામે તા.23-8-2021 અન્વયે આ ઘટના ઘટવા પામી છે. જુનાગઢના કેરાળા વાડી વિસ્તારમાં કારમાંતી 74 બોટલ વિદેશી દારૂ સાતે એક ઝડપાયો હતો. કુલ રૂા.64600ની મતા કબજે વડાલના શખ્સનું નામ ખુલ્યું.