જુનાગઢમાં મધરાતે પેટ્રોલ પંપ માલીકને લૂંટી લેવાનો પ્રયાસ

જુનાગઢમાં આગલી રાત્રીના પેટ્રોલ પંપના માલીકની કારને રસ્તામાં આંતરી કારમાં રાખેલ રોકડની લૂંટ કરી ભાગી જવાનો પ્રયાસ કરનાર રીક્ષા ચાલકનો પીછો કરી પકડી લેતા પૈસાના બંડલો ફેંકી પેટ્રોલ પંપના માલીકને બટકા ભરી ભાગી છુટયો હતો જેની સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જુનાગઢ ઝાંઝરડા રોડ અશોક વાટીકા-2માં રહેતા રામભાઈ ભગવાનભાઈ કરમટા (ઉ.42) ગત તા.3/10ની રાત્રીના 11 કલાકે વંથલી- માણાવદર રોડ પર આવેલ તેમના માતૃ આશિષ પેટ્રોલ પંપથી તેમના મેનેજર શૈલેષ ચૌહાણને ત્યાં શ્યામધારા એપાર્ટમેન્ટમં ગયેલ ત્યાંથી પંપના માલિક હપ્તાના રૂા.76750નું કવર લઈ કારમાં ડ્રાઈવર સાઈટની સીટમાં રાખેલ કાર લઈને નંદનવન રોડ શ્યામધાર એપાર્ટમેન્ટની પાછળ પહોંચેલ ત્યારે રીક્ષા નં.જીજે 17 વાયવી 0386ના ચાલકે કાર આડે રીક્ષા નાખી કાર રોકાવી કારની આગલી સીટમાં પડેલ રૂપિયા 76750નું કવર લઈને ભાગી છૂટયો હતો. ત્યારે રામભાઈએ હીંમત કરી પીછો કરી રીક્ષા ચાલકને પકડી લઈ રાડોરાડ કરતા જપાઝપીમાં રામભાઈ કરમટાના હાથમાં બટકા ભરી કવરનો ઘા કરી ભાગી છુટયો હતો. જેમાં રીક્ષા ચાલકનો મોબાઈલ પડી જતા તેને મુકીને ભાગી છુટો હતો. લોકો અંધારામાં ભેગા થઈ ગયા હતા. પોલીસે મોબાઈલ આધારે આરોપીના રીક્ષા નંબરથી આરટીઓમાં તપાસ કે.કે. મારૂ પીએસઆઈએ તપાસ હાથ ધરી આરોપી રીક્ષાચાલક ઈલીયાસ ઉર્ફે આરબ (ઉ.21) વાળાને ગત મોડી રાત્રીના દબોચી લીધો છે જેની વધુ તપાસ હાથ ધરી છે.