રાપરના પદમપરમાં નીલગાયનો થયો શિકાર :વનતંત્ર માં દોડદામ , હાઇવે હોટલમાં વેચાય છે માસ ?
કચ્છખબર ડોટકોમ , રાપર : રાપર તાલુકાનાં પદમપર ગામની સીમમાં નીલગાયનો શિકાર થતાં વનતંત્રમાં દોડદામ મચી ગઈ હતી . ગામની સીમમાં મહેસૂલી પડતર જમીનમાં હથિયારધારી ટોળકીએ ગઇકાલ સાંજે નીલગાયનો શિકાર કર્યો હતો. આ બાબતે સ્થાનિક જાગૃતોએ વનતંત્રને જાણ કરતાં વનતંત્રની ટીમે રાત્રે જ તે જગ્યા પર પહોચી આવી હતી. રાપર વન વિભાગની દક્ષિણ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ વી.આઈ. જોશીએ કચ્છખબરને જણાવ્યુ હતું કે , નીલગાય વનવિભાગના પરિશિષ્ઠ – 4 હેઠળનું પ્રાણી છે. અજાણ્યા શિકારીઓએ તીક્ષ્ણ હથિયાર થી તેનો શિકાર કર્યો હતો. જોકે લોકો ભેગા થતાં શિકારી ત્યાથી ભાગી ગયા હતા. શિકારી ટીમને ઝડપી પાડવા વનતંત્રએ આસપાસ ના ગામોમાં તપાસ હાથ ધરી હતી પરંતુ આ ટિમ નાશી ગઈ હતી. તંત્રએ નીલગાયનું પોસ્ટમોર્ટન કરાવી આજે તેના અંતિમસંસ્કારની પ્રક્રિયા હાથ ધરી હતી. શિકારીના વિરુદ્ધ કાયદા મુજબ નીલગાયના શિકાર નો ગુનો દાખલ કરી તેમને શોધી ધરપકડ કરવામાં આવશે તેમ જોશીએ જણાવ્યુ હતું. સૂત્રોને જણાવ્યા મુજબ હાઇવે પર આવેલી નોનવેજ હોટલોને માસ પૂરું પાડવા માટે શિકાર કરાય છે. વનતંત્રે આ મુદ્દે ગંભીરતાથી તજવીજ કરી શિકારી ટીમને નેસ્તનાબૂદ નહીં કરે તો એક દિવસ વાગડમાં વિચરતા વન્ય જીવો લુપ્ત થઈ તેવી ભીતિ જાણકારી વ્યક્ત કરી રહ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.