માળીયાના મોટીબરાર ગામે ટેન્કરમાથી ડીઝલ ની લૂટ કરતાં બે શખ્સો ૨૩ લાખના મુદ્દા માલ સાથે ઝડપાયા .
મોરબી : માળીયા તાલુકાના મોટી બરાર ગામે એલસીબીના ગ્રુપે ટેન્કરમાથી ડિઝલની લૂટ કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. એલસીબીએ ટેન્કર અને લૂટ કરેલ રૂ ૧૬ લાખનો ડિઝલનો જથ્થો મળી કુલ રૂ. ૨૩ લાખના મુદ્દામાલ સાથે બંને શખ્સોને માળીયા પોલીસને સોપ્યા હતા. એલસીબી ના ગ્રૂપને ખાનગી રાહે જાણકારી મળેલ કે માળીયા તાલુકાનાં મોટીબરાર ગામના બાલમંદિર નજીક ટેન્કર નં. જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ માથી ગે.કા. રીતે ટેન્કરમાથી ડીઝલની લૂટ કરેલ છે. તેવી હકીકત મળતા એલસીબી ના ગ્રુપે હકીકત વાડી જગ્યાએ દરોડા કરતાં કેતનભાઈ ચંદુભાઈ ચાવડા રહે, રાજકોટ કોઠારીયા રોડ , સોમનાથ સોસાયટી શેરી નં-૪ મૂળ રહે. જસાપર તા. માળીયા તેમજ દશરથ ભાઈ જશાભાઇ હુંબલ રહે. મોટીબરાર હુંબલ શેરીવાળાને ગે.કા. રીતે ટેન્કરમાથી ડીઝલની લૂટ કરાતા ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સો સાથે ટેન્કર નં. જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ કિં રૂ. ૭ લાખ અને તેમાં ભરેલ લૂટ કરેલ ૨૩, ૯૬૦ લિટર ડીઝલ કિં. રૂ. ૧૬,૭૭. ૨૦૦ મળી રૂ. કુલ રૂ. ૨૩, ૮૦, ૦૫૦ નો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.