મોટી વિરાણી ગામે રવિભાણ આશ્રમ રામ મંદિર ના શાન્તિદાસજી મહારાજ, લઘુ મહત સુરેસદાસજી મહારાજના પ્રેરણાથી ગરબા વિતરણનો કાર્યક્મ યોજાયુ હતું

જેમા મહીલા મંડળ બહેનો સાથે નાના બાલીકાઓ ગામ વિકાસ મંડળ ના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી,  સુરેશભાઈ કાનજીયાણી,  દીપક ભાઈ આઈયા,  છગનભાઈ ઠકકર,   વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાન્તિદાસજી મહારાજ ના હસ્તે ગરબા વિતરણ કરવામાં આવ્યા હતા.આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘરે ગરબા ની નવ દિવસ સ્થાપના કરતાં હોય છે. સાથે માતાજીની આરાધના પણ કરતાં હોય છે.આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.