જમીનના સમસ્યાનો કોઈ હલ ના આવતા ઉપવાસ ઉપર ઊતરેલ મીઠુભાઇ મહેશ્વરી દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ
કલેક્ટર કચેરીના સામે બેઠેલ મીઠુભાઈ આતુ મહેશ્વરી કણઝરા ગામના રહેવાસી છે. જેઓની જમીન અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલ છે. તેની રજૂઆત કલેક્ટર સામે રજૂઆત ૨૩/૪ /૨૦૧૮ ના લેખિતમાં કરવામાં આવેલ હતી. પરંતુ છેલ્લા ગણા ટાઈમ થી કોઈ સંતોષકારક જવાબ ના મળતા છેલ્લે ઉપવાસ ઉપર ઊતરવું પડ્યું હતું. તા.૧/૬/૨૦૧૮ થી ઉપવાસ ઉપર ઉતરેલા મીઠુંભાઈ આતુભાઈ મહેશ્વરી જેઓ ગણીવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નોનું સમસ્યાનો હલ ના આવતા નાછૂટકે કલેક્ટર ઓફિસ સામે ઉપવાસ ઉપર ઉતારવાની ફરજ પાડી હતી. છેલ્લા ૨૦ દિવસ થી ઉપવાસ ઉપર ઉતર્યા છતાં આધિકારી કે પદાધિકારી તેમની વાત સાંભડતા નથી . ના છૂટકે તેમને આજે સવારેના ભાગમાં પોતાની છાવણી ઉપર કેરોસીનનું ડબલું લઈ આવ્યા હતા. આ વાતોની જાણ થતાં -એ ડિવિઝન પોલીસ કોસ્ટેબલો છાવણી ઉપર આવી પહોચ્યા હતા. ત્યાથી કેરોસીનનું ટીન કબ્જે કરી મિઠુભાઇ આતુભાઈ મહેશ્વરી એ ડિવિઝન હાલવા માટે કહ્યું હતું. પરંતુ મીઠુભાઇ એકના બે ના થયા અને નાછૂટકે એ ડિવિઝન કોન્સટેબલોને તેમને ઉપાડી જવાની ફરજ પડી હતી. જેકે આ બનાવની જાણ થતાં પોલીસ તુરંત જ અસરથી ત્યાં પહોચી જઇ કોઈ જાતનો અનિચ્છનિય બનાવ બન્યો નતો .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.