માધાપરમાં કોઈ અગમ્ય કારણોસર એક મહિલાએ ગળે ટુપો ખાઈ આત્મહત્યા કરી .
તા. ૧૧ / ૦૬/ ૨૦૧૮ નો બનાવ
માધાપરમા આવેલ સ્વામીનગર બાજુમાં સીતારામ મઢૂલી પાસે રહેતા કાન્તાબેન ભચૂભાઈ સથવારા ( ઉ. વ . ૪૦ ) એ કોઈ અગમ્ય કારણોસર સાડી વડે ગળે ટુપો ખાઈ લીધેલ છે. તેમના પતિ બચુભાઈ રમજી ભાઈ સથવારાએ તેમના પત્નીને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબશ્રીએ મરણ જાહેર કરેલ છે.તેમનો લગ્નનો સમયગાળો ૨૨ વર્ષનો છે અને સંતાનમાં ૩ દીકરી અને ૧ દીકરો છે. જેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.