સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર બે દિવસીય કચ્છ જિલ્લાના પ્રવાસે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર તા.૮/૧૦ થી ૯/૧૦ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૮મીએ સવારે ૯ કલો સંધ્યાગીરી આશ્રમ, સ્વામી પ્રકાશાનંદનજીના આર્શિવાદ લેશે. ૯.૩૦ કલાકે સામખીયાળી અને ૧૦.૩૦ કલાકે ભચાઉ શહેર તેમજ ૧૧.૩૦ કલાકે ગાંધીધામ જશે. બપોરે ૧૪.૩૦ કલાકે સતાપર તા.અંજાર મધ્યે સચ્ચિદાનંદ મંદિર, ત્રિકમદાસજી મહારાજના આર્શિવાદ લેશે. બપોરે ૧૫ કલાકે અંજાર શહેર અને સાંજે ૧૬ કલાકે ખંભરા (તા.અંજાર) ખાતે વેલજી મતિયા પીર દર્શન કરશે. ૧૬.૩૦ કલાકે લેર ખાતે પીથોરાપીર થાવરમારાજના દર્શન કરશે. સાંજે ૧૭ કલાકે ભુજોડી માધાપર જશે. સાંજે ૧૮ કલાકે ભુજ મધ્યે જનસમુદાયને સંબોધશે. તા.૯/૧૦ના સવારે ૯ કલાકે માતાના મઢ ખાતે દર્શન કરશે અને ૧૧ કલાકે નારાયણ સરોવર જવા રવાના થશે. બપોરે ૧૨ કલાકે ચિત્રોડ જવા રવાના થશે.