ગાંધીધામમાંથી ગેરકાયદેસર બેઝ ઓઈલનો જથ્થો ઝડપાયો

Vector illustration of cartoon businessman use hammer smash illegal word

પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ (પૂર્વ કચ્છ ગાંધીધામ) તરફથી જિલ્લામાં બેઝ ઓઈલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ વેચાણ કરતાઈસમો સામે કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તેમજ એલસીબીની ટીમ ગેરકાયદેસર રીતે બેઝ ઓઈલના વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા વોચ રાખી પ્રયત્નશીલ હતી. એલ.સી.બી.ની ટીમને બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ મધ્યે કાસેજના (ઝોન) ગેટથી દક્ષીણ તરફ આવેલ ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં જયા મોટા વાહનો પાર્ક થયેલ છે. તે જગ્યાએ ખુલ્લામાં અમુક ઈસમો બહારથી પેટ્રોલીયમ પદાર્થ બેઝ ઓઈલ મંગાવી તેનું ટેન્કરમાં સગ્રહ કરી તેના માણસ મારફતે ટેન્કરમાં મીટર ફીટ કેલ હોય તેની મદદથી અન્ય વાહન ચાલકોને આ બાયો ડીઝલ ગાડીઓમાં ભરી આપી વેચાણ કરે છે જેથી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બેઝ ઓઈલ)નો જથ્થો મળી આવેલ હોય આ બાબતે નાયબ પો.અ. અંજાર નાઓને સાથે રાખી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ બી ડીવી.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.