લૂંટના ગુન્હાના ઇસમોને ઝડપી લેતી ગાંધીધામ પોલીસ
Handcuffs on top of a fingerprint form.

પોલીસ મહાનીરીક્ષક જે.આર. મોથલીયા, બોર્ડર રેન્જ ભુજ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામએ પૂર્વ કચ્છ જીલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા (અંજાર વિભાગ) મીલકત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય જે અન્વયે માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. 1199306211702/ 2021 ઈ.પી.કો. કલમ 394, 114 વિ. મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય પો.ઈ. એમ.એમ. જાડેજા ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે ગાંધીધામ ચુંગીનાકા પુલીયા પાસેથી ગુનાના ઇસમોને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અક્રમ સિદીક ભુટ્ટા મુસ્લીમ ઉ.20 રહે. એકતાનગર કિડાણા તા.ગાંધીધામ ઝડપાયો છે. જયારે અજીત ઉર્ફે નનકો જંગબહાદુર શુકલા રહે. સર્વા ઝુપડા રેલવે કોલોની કંડલા પકડવાનો બાકી છે. કુલ 42 હજારનો મુદામાલ કબજે કરાયો છે. ઉપરોકત કામગીરીમાં પો.ઈ. જાડેજા તથા પો.સ.ઈ.પટેલ તથા ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરેલ છે.