ભૂજની મહિલા કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચરાયેલ મૂળ ભાવનગરના પોલીસમેન સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભૂજ તા.૧૧

પોલીસ ખાતામાં નોકરી દરમ્યાન એકબીજાના પરિચયમાં આવ્યા બાદ બંધાયેલા પ્રેમ સંબંધનો મામલો અંતે બળાત્કારની ફોજદારી ફરિયાદના સ્વરૂપમાં ભુજના એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતાં ચકચાર પ્રસરી છે.ભોગ બનનાર 30 વર્ષની વયની મહિલા કોન્સ્ટેબલ દ્વારા હાલ ભુજમાં 36 કવાર્ટર પોલીસ લાઇન ખાતે રહેતા મુળ ભાવનગર ચિત્રાના વતની અને હાલે પદ્ધર પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જતિન બધાભાઇ ચૌહાણ સામે ગતરાત્રે તેણી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં લખાવાયેલી વિગતો અનુસાર પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું કે પોલીસ દળમાં નોકરી દરમ્યાન એકમેકના પરિચયમાં આવ્યા બાદ સબંધ ગાઢ બન્યો હતો. આ દરમ્યાન કોન્સ્ટેબલ યુવકે લગ્ન કરવાની લાલચ આપી મહિલા કોન્સ્ટેબલ સાથે ભુજમાં પોલીસ લાઇન,કાળા ડુંગર,ખાવડા પોલીસ તથા અમદાવાદ,રાજકોટ અને ભાવનગર સહિતના સ્થળોએ શરીર સબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં બળાત્કાર સાથે ધમકી કરવા બાબતે પણ આરોપ મુકાયો હોવાનું આ સમગ્ર મામલાની તપાસ એ.ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર પી.એમ.ચૌધરી કરી હતી.