અંજાર પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી પાડયા

news_image_341111_primary

ગની કુંભાર) ભચાઉ તા.11
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાઅધિક્ષક જે.આર. મોથાલીયા તથા નાયબ પો.અ. ડી.એસ. વાઘેલા, અંજાર વિભાગએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ. જેથી અંજાર પોલીસ ઈન્સ. એમ.એન. રાણા સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન પો.ઈ. રાણા પોલીસ સ્ટાફના માણસો નવરાત્રી હોતા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.ઈ. રાણાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક છોટા હાથી નં.5641માં કેટલાક ઈસમો ચોરી કરેલ માલ સામાન લઈને મેઘપર બાજુથી અંજાર તરફ આવતા હોવાની ચોકકસ હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે રહી હકીકત વાળી છોટા હાથી રજી. નં. જીજે-12-એવી- 5641 વાળી આવતા તેને ઉભા રખાવી તેમાં રહેલ આરોપી તથા તે ગાડીના ઠાઠામાં જોતા મોટર તથા મશીનરીના છાટા કરેલા સ્પેરપાર્ટસ વિગેરેનો લોખંડનો ભંગાર જોવા મળેલ આ ગાડીમાં ડ્રાઈવર સાથે બીજા પાંચ વ્યક્તિઓ હોય જેઓ બધાને આ ભંગાર બાબતે યુકિતથી પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપેલ કે તેઓએ પોતે ત્રણ ચાર દિવસ પહેલા અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં આવેલ પુર્વાનચલ બેન્સામાંથી ચોરી કરેલ મોટરો તથા ભંગાર ચોરી કરેલ અને અગાઉ એક વખત ભીમાસરની બાજુમાં સાગા પ્લાયની કંપનીમાંથી એલ્યુમીનીયમની પ્લેટો ચોરેલ હોવાની કબૂલાત આપતા હોય મજકૂર છ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.