જામનગરના ચંગા ગામના પાટિયા પાસે પગપાળા જતા યુવાન પર બાઈકની જીવલેણ ટક્કર લાગતાં યુવાનનું ઘટના સ્થળે જ થયું કમકમાટીભર્યું મોત
Do not let children ride a motorcycle before enough age. because of our negligence would result in losing baby forever.

જામનગર તા.૧૧
જામનગર નજીક લાલપુર રોડ પર ચંગા ગામ પાસે એક એટલાસ કારખાના સામેથી પગપાળા પસાર થતા એક યુવાનને બાઈકે હડફેટે લેતાં ગંભીર ઈજા પહોચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પોલીસે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે જામનગરમાં બાઈક ચાલકે યુવાનને ફંગોળી ઈજા પહોચાડ્યાની ફરિયાદ નોંધાઈ છે. જામનગરથી 15 કિમી દુર લાલપુર રોડ પર આવેલ ચંગા ગામના પાટિયા નજીક એટલાસ કારખાના સામેથી શનિવારે બપોરે ચાલીને જતા અજય દિલીપભાઇ ગોદડીયાને એક મોટરસાયકલ ચાલકે જોરદાર ટક્કર મારી અકસ્માત નીપજયો હતો. બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા યુવાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચી હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા દિલીપભાઇ કચરાભાઇ ગોદડીયાએ એમએચ ઈવી 779 નંબરની મોટરસાયકલના આરોપી ચાલક સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં આઈપીસી કલમ 279 304(અ) તથા મોટર વ્હિકલ એકટ 177,184 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પંચકોશી બી ડીવીઝન પોલીસ પીએસઆઈ કાટેલિયા સહિતના સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે. જયારે જામનગરમાં મહેતા પ્લાઇવુડની દુકાનની બાજુ આવેલ જલારામ રેકડીની સામે રોડ પર જીજે 10 સીજે 4356 નંબરના મોટર સાયકલના ચાલકે મહેશભાઇ સામજીભાઇ ભટ્ટી ઉ.વ-38 રહે.-ઇન્દીરા સોસાયટી માતાના મંદીરની સામે શેરી નં: 9 જામનગર વાળાને હડફેટે લઇ નીચે પાડી, જમણા પગમા ઘુટીના ભાગે ફેકચર જેવી ઇજા કરી તેમજ જમણા પગે ગોઠણથી ઉપરના ભાગે તથા વાસાના ભાગે મુઢં ઇજા પહોચાડી હતી આ બનાવ અંગે પોલીસે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.