રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક દારૂ પીવાના પૈસા માંગતાં રાજુ સોલંકીને ત્રણ શખ્સોએ છરી વડે હૂમલો કર્યો,

રાજકોટ,તા.૧૧
પેડક રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં રહેતા રાજુ ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.30) એ પોલીસ ફરિયાદમાં ગોંડલની રોમા ટોકીઝની પાછળ રહેતા પ્રકાશ પરસોત્તમભાઇ ગોસ્વામી,અર્જુન પ્રકાશ ગોસ્વામી અને કિશન સોલંકીના નામ આપ્યા હતા. ઘટનાની વિગતો અનુસાર,ફરિયાદી રાજુએ જણાવ્યુ છે કે,પોતે પસ્તી-ભંગારનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવે છે પોતાના આઠ વર્ષ પહેલા ગોંડલ પંચપીરની ધાર પાસે રહેતી મનીષા સોલંકી સાથે લગ્ન થયા હતા.
પત્ની મનીષા ચારેક વર્ષથી તેના માવતરના ઘરે રીસામણે છે.અને છેલ્લા એક વર્ષથી ગોંડલમાં રહેતા કનુ નામના શખ્સ સાથે ભાગીને ત્યાં જ રહે છે.જેથી પોતે અવાર નવાર ગોંડલ જતો હોઇ પ્રકાશ ગોસ્વામી તથા કિશન સોલંકી પોતાને ઓળખે છે.ગઇ કાલે પોતે લાલપરી તરફ કામ સંબધે ગયો હતો.ત્યારે ત્યાં લાલપરીના ઢાળ પાસે પ્રકાશ ગોસ્વામી, તેનો પુત્ર અર્જુન ગોસ્વામી અને કીશન સોલંકી મળ્યા હતા. આ ત્રણેય પોતાને કહેલ કે,અમારી સાથે ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવ જેથી પોતે તેની સાથે ગ્રીનલેન્ડ ચોકડી તરફ ગયા હતા ત્યારે એક હોટલ સામે પોતાને ઉભો રાખી પ્રકાશે કહેલ કે તુ મને દારૂ પીવા માટે પૈસા આપ જેથી પોતે તેને પૈસા આપવાની ના પાડતા આ ત્રણેયે ઉશ્કેરાઇને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા.બાદ પ્રકાશે તેની પાસે છરી કાઢી હુમલો કરતા પોતાને ડાબા હાથની હથેળીમાં ઇજા થઇ હતી. અર્જુન અને કિશને પોતાને પકડી રાખતા પ્રકાશે છરી ઝીંકી દેતા પોતાને છાતીની જમણી બાજુ ઇજા થઇ હતી. પોતે બુમાબુમ કરતા ત્રણેય ભાગી ગયા હતા.ત્યાર બાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના અંગે બી ડીવીઝન પોલીસે રાજુ સોલંકીની ફરિયાદ પરથી ગોંડલના ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી પી.એસ.આઇ. પી.એ.ગોહીલે  આગળની તપાસ હાથ ધરી છે.