રાજકોટના મવડી પ્લોટ મારૂતિનગરની યુવતીની સગાઈ તૂટી જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

burnt-alive-650_052015045040_0_0-647x363-1

રાજકોટ,તા.11
મવડી પ્લોટ મારુતિનગરમાં રહેતી યુવતીએ કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મારુતિનગરમાં રહેતા ભાવિકા જગદીશભાઈ દવે(ઉ.વ.20)નામની યુવતીએ પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ભાવિકાબેન દવેના માતા હંસાબેનનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું.તેમના પિતા કેટરિંગમાં કામ કરે છે.પોતે એક બહેન એક ભાઈમાં નાની છે.તેણીની સગાઈ બગસરાના યુવાન સાથે થઈ હતી.તેમની એક માસ પહેલા સગાઈ તૂટી ગઈ હતી.તેથી ગુમસુમ અને શાંત રહેતી હતી.ત્યારબાદ ગઈ કાલે પગલું ભર્યું હતું. આ અંગેની આગળની કાર્યવાહી પોલીસ દ્વ્રારા હાથ ધરાઈ છે.