જામનગરની મહિલાને મોરબીના સાસરીયાઓ ત્રાસ આપતા યુવતીએ પોલિસ મથકે ફરિયાદ નોંધાવી.

જામનગર તા.૧૨
મોરબીમાં ઉમા ટાઉનશીપની પાછળ, ભાગ્યાલક્ષ્મી સોસાયટી પાછળ રહેતા પતિ દિવ્યેશ કલ્યાણજીભાઇ રાઠોડ, સસરા કલ્યાણજીભાઇ બાબુભાઇ રાઠોડ, સાસુ શારદાબેન રાઠોડનાઓએ જામનગરમાં વકિલ કિરીટ જોષીના ઘરની સામે રહેતી લક્ષ્મીબેન ચંદુભાઇ માવજીભાઇ ચાવડા (ઉ.વ.25) નામની મહિલાને કરિયાવર બાબતે મેણા મારી નાની-નાની બાબતે ત્રાસ આપી,ઝઘડો કરી,મારકુટ કરી,જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માવતરે આવેલી પરિણિતાએ પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મહિલા પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.