અંજાર પોલીશ સ્ટેશન પૂર્વ કચ્છ-ગાંધીધામ ત્રણ ઇસમોને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ
Handcuffs on top of a fingerprint form.

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન રાણા નાઓ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા પોલીસ સ્ટાફના માણસો નવરાત્રી અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક પીકપ ગાડી નં-0733 માં કેટલાક ઇસમો ચોરી કરેલ માલ સામાન લઈને વર્ષામેડી બાજુથી અંજાર તરફ આવતા હોવાની ચોક્કસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે વોચમા રહી હકીકત વાળી પીકપ બોલેરો ગાડીના રજી.નં જોતા GJ-12-BX-0733 વાળી આવતા તેને ઉભી રખાવી તેમા રહેલ ઇસમો તથા તે ગાડીના ઠાઠામા જોતા જાડા કેબલના ટૂકડા તથા પ્લાસ્ટીકના પતળા કેબલના ટૂકડા તથા જાડા કેબલના ઉપરના પ્લાસ્ટીકના ટૂકડા જેમા કેબલ જોવામા આવતો નથી તેમજ એલ્યુમિનિયમની પાતળી પટ્ટીઓ જે પ્લાસ્ટીકના કવરમાથી કાઢી નાખેલ છે અને તેના ટ્કડા કરી નાખેલ છે વિગેરેનો કેબલનો ભંગાર જોવામાં આવેલ આ ગાડીમા ડ્રાઇવર સાથે બીજા બે ઇસમો હોઇ જેઓને આ ભંગાર બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછ પરછ કરતા તેઓએ કબૂલાત આપેલ કે તેઓએ પોતે આજથી વીસેક દિવસ પહેલા મેઘપર બોરીચીમા આવેલ જીનસ કંપનીમાથી ચોરી કરેલ અને તેને વેચવા માટે થઇને ટૂકડા કરી નાખેલ હોવાની કબૂલાત આપતા હોઇ મજકૂર ત્રણેય આરોપીઓને તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) કેબલના ટૂકડા એલ્યુમિનિયમની પાતળી પટ્ટીઓ કેબલનો ભંગાર કિ.રૂ.૧૫,૦૦૦/-
(ર) બોલેરો પીકપ ગાડી રજી i. GJ-12-BX-0733 «ll &.3.2,40,000/
પકડાયેલ આરોપીઓ:-
(૧) નવીન વાલજીભાઇ બુચીયા ઉ.વ.રપ રહે.મહેશ્વરીનગર ઝૂપડા,ભારતનગર,ગાંધીધામ
(૨ર) નીતીન ગોવિંદભાઇ ધોરીયા ઉ.વ.૨૦ રહે.સેક્ટર-૬, શીવજી મંદિર સામે,ગણેશનગર,ગાંધીધામ
(૩) અકબર હુસેન ત્રાયા ઉ.વ.૩૦ રહે.રબારીવાસ, શિકારપુર, તા.ભચાઉ
શોધાયેલ ગુન્્હો:-
(૧) અંજાર પો સ્ટે ગુ.ર.ન.૧૧૯૯૩૦૦૩ર૧૧૩૦૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯,૪૪૭ મુજબ *કુલ કિ.રૂ. ર,.૬૫,૦૦૦/-*
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર
એમ.એન.રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.