મોરબી શહેરના લાલપર-ઘૂટું પાસેથી ત્રણ બાઈકની ચોરી : બે આરોપીઓની અટકાયત, એકની શોધખોળ ચાલુ

મોરબી તા.૧૩
મોરબી માર્ગમાથી બાઇક ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓની સામે તાલુકા પોલીસ સ્ટેશને વધુ એક બાઇક ચોરીનો ગુનો દર્જ થયો છે. જેમાં ઇસમોએ તાલુકાનાં લાલપર ગામ પાસેથી બે અને ઘૂટું ગામ પાસેથી એક એમ કુલ ત્રણ બાઈકની ચોરી કરેલ છે. જેથી પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. ઘટનાની માહિતી મુજબ લાલપર નકલ્ંક નિવાસ ચતુરભાઇ પટેલના મકાનમા રહેતા મુળ યુપીના મોતીપુર ટીકૈતના રહેવાસી સુનીલકુમાર અભિમન્યુભાઇ સૈની માળી (ઉ.34) એ ગૌતમ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ રૂપાવટી રોડ દલવાડીનગર, વિકાશ ભરતભાઈ પનારા રહે, થાનગઢ રૂપાવટી રોડ રામાધણીના નેસડામાં અને રાકેશ દેવજીભાઈ મકવાણા રહે, મોરથળા તાલુકો થાનગઢની સામે ફરિયાદ દર્જ કરેલ છે. તા.5/9/2021 થી કોઈ પણ સમયે ઘર પાસે પાર્ક કરેલ તેનુ હીરો સ્પલેન્ડર પ્લસ નં- જીજે 36 એબી 1870 કિંમત 35000 તથા અન્ય વ્યક્તિનું હીરો સ્પલેન્ડર પ્લસ જીજે 12 સિકે 4095 કિંમત 35,000 અને હીરો સ્પલેન્ડર પ્લસ જીજે 36 એએ 6301 કિંમત 20000 આમ કુલ 90,000 ના બાઈકની ચોરી કરી હતી જે ગુનામાં પોલીસે ગૌતમ અને વિકાશની અટકાયત કરેલ છે ત્રીજા આરોપીને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.