રાજકોટ જિલ્લાના ઘનશ્યામનગરમાં રહેતા યુવકે જુના ઝઘડા બાબતે મનમાં રાખી બે ઈસમોએ માર માર્યો

રાજકોટ,તા.૧૩
રાજકોટ જિલ્લાના કોઠારીયા રોડ ઘનશ્યામનગરમાં રહેતા અજય ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.34) નામના યુવકના ઘર નજીક જનક છગન વાઘેલા અને કિશોરભાઈ પરમારે જુના ઝઘડાનું મનમાં રાખી માર માર્યો હતો.અજય મજૂરી કામ કરે છે..હાલ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.