ભારત વિકાસ પરિષદ-દ્વારા રાપર મા વિજયાદશમી ની ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વાગડ વિસ્તાર દ્વારા વિજયા દશમી ઉજવણી નિમિતે આજ રોજ પાંચસોની સંખ્યામાં પૂર્ણ ગણવેશ સાથે પથ સંચલન નગરના માર્ગો પર નિકળ્યું હતું.આ પથ સંચલનનું ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા દેના બેંક ચોક મધ્યે ફૂલોથી સ્વાગત સન્માન કર્યું હતું.
શસ્ત્ર પુજન અને ઉત્સવ ઉજવણીના કાર્યક્રમો થયા હતા.જેમાં મુખ્ય અતિથી તરીકે ડો.શીવપાલશિહ રાઠૌર રહ્યા હતા અને મુખ્ય વક્તા તરીકે શ્રી મહેશભાઈ ઓઝા રહ્યા હતા.સંચાલન પિયુષભાઈ જોષી એ કર્યુ હતું.
આ ઉત્સવ ઉજવણી નિમિતે ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા સ્વયં સેવકો માટે લીબું સરબત અને ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ પાંચસો થી વધારે સંખ્યામાં સ્વયંસેવકો તેમજ માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા અનોપસિંહ વાઘેલા વિગેરે આગેવાનો અને લોકોએ લાભ લીધો હતો.
આ સેવા કાર્યમાં ભારત વિકાસ પરિષદ-રાપર શાખાના પ્રમુખ દિનેશભાઈ સોની,મંત્રી નિલેશભાઈ માલી,કનકગીરી ગોસ્વામી,વિગેરે કાર્યકર્તાઓ સેવા કાર્યમાં જોડાયા હતા..