નાગનાથ ગેઇટ પાસેથી 15 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગરમાં નાગનાથ ગેઇટ નદીપા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર મનસુખ જોગડીયા નામના શખ્સને એલસીબી પોલીસે રૂા.6 હજારની કિંમતના 15 બોટલ દારૂના જથ્થા સાથે પકડી પાડયો હતો. દારૂનો આ જથ્થો રણજીતનગર વિસ્તારમાં જુનો હુડકોમાં રહેતા સાગર ઉર્ફે ધમભા કુવરિયાએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું હતું. ફરાર જાહેર કરાયેલા શખ્સની સંડોવણી મોરકંડા ગામે પકડાયેલા દારૂ પ્રકરણમાં પણ ખુલવા પામી છે. પોલીસે આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.