તીર્થધામ નારાયણસરોવર ખાતે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય નું ભવ્ય સન્માન કરાયું


ભુજ,મંગળવાર;
રાજ્યના પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભગવાન ત્રિવિક્રમરાયજી મહારાજના દર્શન કર્યા હતા. તેમજ સરોવરનુ પુજન અર્ચન કર્યુ હતું. આ પ્રસંગે નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજે પરંપરાગત ઉપવસ્ત્ર પહેરાવી અધ્યક્ષનું વિશેષ સન્માન નારાયણ સરોવર જાગીર વતી કર્યુ હતુ. તેમજ વિધાનસભા સ્પીકર એ પણ ગાદીપતી અધ્યક્ષનુ સાલ ઓઠાડી સન્માન કર્યુ હતુ .અને માનનીય વિધાનસભા પ્રથમ મહીલા સ્પીકરનુ મુખ્ય મંદિર પ્રવેશ દ્વાર થી વાજતે ગાજતે સ્વાગત કરવામા આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અગ્રણીઓ, ગ્રામજનો, વેપારી અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા