રાજકોટમાં રૂા.5.40 લાખનો દારૂ ભરેલો ટ્રક પકડાયો

રાજકોટ,તા 20
રાજકોટથી મોરબી જતા બેડી પાસે ગાંધીગ્રામ પોલીસે રૂ.5.40 લાખનો દારૂ ભરેલ ટ્રક સાથે ભાવનગરના શખ્સને ગાંધીગ્રામ પોલીસે પડકી લઇ રૂ.7.50 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા આ પ્રકરણમાં શૈતાનસિંહનું નામ ખુલ્યું છે. આ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દિવાળીના તહેવારમાં પ્યાસીઓને તરબતર કરવા વિદેશી દારુનો જથ્થો મોટા પાયે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી રાજકોટના મોરબી રોડ ઉપર બેડી નજીક પાડેલા દરોડામાં ટ્રક નંબર જીજે03બીડબ્લ્યુ 6810ને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ અગલ બ્રાંડનો રૂ.5.40 લાખની કિમતની 1080 બોટલ દારૂ ભરેલો ટ્રક પોલીસે પડકી લઇ રૂ.7.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલક ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસે રામદેવપીરના મંદિર પાસે 50 વરિયા પ્લોટમાં રહેતા હરેશ ધનજીભાઈ બારૈયા (ઉવ 42)નામના કોળી શખ્સની ધરપકડ કરી વિશેષ પુછપરછ શરુ કરી છે.આ પ્રકરણમાં દારૂ સપ્લાયર તરીકે શૈતાનસિંહ નામના શખ્સનું નામ ખુલ્યું છે. રાજકોટ આવીને હરેશને શૈતાનસિંહ ફોન કરવાનો હતો ત્યાર બાદ આ દારૂનો જથ્થો કોને ને ક્યાં પહોચાડવો તે જણાવવાનો હતો પરતું તે પૂર્વેજ પોલીસે આ દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો હોય જે અંગે પોલીસે ટ્રક ચાલકના મોબાઈલ નંબરના આઘારે વધુ તપાસ શરુ કરી અને ફરાર શૈતાનસિંહની ધરપકડ માટે વધુ પુછપરછ શરૂ કરી છે.પકડાયેલા હરેશ વિરુદ્ધ દારૂ હેરાફેરીના 10 જેટલા ગુના નોંધાયા છે. અને તે ત્રણ વખત પાસા હેઠળ જેલ હવાલે પણ થઇ ચુક્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળા પી.એસ.આઈ જે.જી.રાણા સાથે સ્ટાફના દિવ્યરાજસિંહ,ગોપાલભાઈ સહિતનાઓ એ કામગીરી કરી હતી.