માંડવી તાલુકાના દરશડી ગામે સમસ્ત વિષ્ણુ સમાજની સમાજવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું

આ લોકાર્પણ માં ગામના મહિલા સરપંચ જ્ઞાનબા જાડેજા તેમજ આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો અને દરશડી ગાયત્રી મહિલા મંડળ ની ઉપસ્થિતિ માં સમસ્ત વિષ્ણુ સમાજની સમાજવાડી ને ખુલી મુકવામાં આવી સવારે શાંતિ હવન આરતી પૂજા બપોરે મહાપ્રસાદ જે મહાપ્રસાદ ગાયત્રી મહિલા મંડળ ની બહેનો દ્વારા જાતે રસોઈ બનાવીને પીરસવામાં આવ્યો અને બપોર પછી સત્યનારાયણ ભગવાનની કથા અને ભજન કીર્તન અને સત્સંગ નું આયોજન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું અને સરપંચ તેમજ વિષ્ણુ સમાજના લોકોની અર્થાગ મહેનત થકી આ સમાજવાડી નું નિર્માણ થયું જેમાં સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડા તેમજ માંડવી મુન્દ્રા વિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના સહયોગથી અને જીલ્લા અને તાલુકા પંચાયતની સહકાર થી આજે આ સમાજવાડી ઉભી કરવામાં આવી છે અને દરશડી ગામના વિષ્ણુ સમાજના દરેકે દરેક સમાજનો પુરે પૂરો સાથ અને સહકાર મળવાના કારણે આજે આ સમાજવાડી ખુલી મુકવામાં આવી રહી છે તેવું ગામના મહોબતસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને ખાસ કરીને ગાયત્રી મહિલા મંડળ ના પ્રમુખ જ્ઞાનબા સોઢા અને તેમની પુરી ટીમ મહિલા મંડળ નો વિશેસ સહયોગ મળ્યો હતો અને આ કાર્યક્રમ માં ગાયત્રી મહિલા મંડળ ના પ્રમુખ તેમજ ગામના મહિલા સરપંચ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં હોમ હવનવિધિ ને પૂજા જયેશ ગૌરીશંકરભાઈ જોશીએ કરાવી હતી રિપોટબાય દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા