પૂર્વ કચ્છના બીજા બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો

પૂર્વ કચ્છમાં 4 દિવસમાં રાપર પછી આ બીજો બુટલેગર પાસામાં પુરાયો છે. પૂર્વ કચ્છમાં દારૂમાં ચાર મોટા કેસમાં આવી ગયેલા આરોપીને પૂર્વ કચ્છ પોલીસે પાસા તળે અટક કરી અને સુરત જેલ મોકલાયા. જિલ્લાના અલગ અલગ પોલિસ સ્ટેશનો પર વિદેશી દારૂના મોટા જથ્થાના ચાર ગુના દાખલ થયા હતા. જેથી એક.સી.બી. દ્વારા ટેલા વિરુદ્ધ પાસા દરખાસ્ત તેયાર કરીને કલેક્ટર કચેરીએ મોકલી આપવામાં આવી હતી, આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડીવીસીન, આડેસર, અને અંજારમાં બે ગુના પ્રોહી. ધારા તળે દાખલ થયેલા છે.