જિલ્લાના બાંધકામ શ્રમિકોને ઇ– શ્રમ કાર્ડ બનાવી લેવા તાકિદ કરાઈ


ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ, બહુમાળી ભવન – ૨૧૮, ભુજ કચ્છ ફોન નંબર–૦૨૮૩૨ ૨૨૪૦૯૫ ખાતે નોંધાયેલ તમામ બાંધકામ શ્રમિકોને હાલ કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી થતું ઇ–શ્રમ કાર્ડ પણ બનાવવું ખૂબ જરૂરી છે, જે માટે જરૂરી આધાર પુરાવામાં આધાર કાર્ડ, આધાર લિન્ક ફોન નંબર, IFSC બેંક ખાતું સાથે રાખી જીલ્લામાં ફાળવેલ પોતાના નજીકનાં સીએસસી કેન્દ્ર-કોમન સર્વિસ સેન્ટર મધ્યે અથવા સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અથવા અત્રેની કચેરીએ ઓફિસ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી ઇ–શ્રમ કાર્ડ કઢાવી લેવું. જેથી કરી ભવિષ્યના સમયમાં કેન્દ્ર સરકારની જાહેર થનાર નવી યોજનાઓનાં લાભ મેળવી શકાય તેવું શ્રી ડી. જે. પંડ્યા પ્રોજેકટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ, શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.