ભીમાસરથી કારમાં શરાબના જથ્થા સાથે મોરબી જતો એક શખ્સ જડપાયો

મોરબી પોલીસે કચ્છના સીમાવર્તી રાપરમાંથી શરાબનો જથ્થો ભરીને મોરબી તરફ કારમાં આવતા એક શખ્સને 156 બોટલ શરાબ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર સહિત કુલ 3.58 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે ભરતનગર ગામના પાટિયા પાસેથી કચ્છ તરફથી દારૂનો જથ્થો ભરેલી ટોયોટા ઇનોવા કાર સાથે મહેન્દ્ર મનજી સાલાણી (ઉ.વ.23, હાલ રહે.ભચાઉ, લાયન્સનગર પાસે, તા.ભચાઉ, મુળ ભીમાસર તા.રાપર) ને ઝડપી લીધો હતો. કારની જડતી લેતા કારમાંથી રૂ.58,500ની કિંમતનો 156 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરાતાં આરોપીએ સુરેશ નથુભાઇ સાલાણી રહે. ભીમાસર (ભુટકીયા), તા.રાપર, વાળાએ આપ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે યુવાન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.