સુમીટોમો કેમિકલ પ્રા.લિમિટેડ કંપની બેદરકારી ના લીધે થયેલ મુત્યુ બાબતે ન્યાય મેળવવા ધરણાં- ઉપવાસ સમર્થન આપવા બાબત

શિવુભા જાડેજા ગામ: મોટી તુંબડી જે ભાઈ આ કેમિકલ કંપની માં કામ કરતા ઝેરી પ્રોડક્ટ્સ ના લીધે દુઃખદ અવસાન થયેલ છે અને એમના ધર્મપત્ની આઘાત ના લીધે અવસાન પામ્યા છે અને એમના 2 નાના બાળકો માતાપિતા ની છત્રછાયા ગુમાવી છે જાડેજા શીવુભા ને ન્યાય મળે એ માટે સામજિક આગેવાનો અને કંપની ના કામદારો કંપની ગેટ ઉપર ધારણા કર્યા છે સાથે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા પ્રમુખ, સમાજ રત્ન અને ધારાસભ્ય શ્રી મુન્દ્રા – માંડવી ) ને સામાજિક આગેવાનો દ્વારા રૂબરૂ મળી ને આ દુઃખદ ઘટના માટે માહિતગાર કર્યા , શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ આ દુઃખદ ઘટના ને વખોડી છે અને દુઃખ વ્યક્ત કર્યો છે સાથે આ લડત માં જ્યાં સુધી પીડિત પરિવાર ને ન્યાય ના મળે અને ભવિષ્ય માં આવી ક્રૂર ઘટનાઓ ન બને તેની કંપની બાહેધરી ના આપે ત્યાં સુધી આ લડત ને પોતાનો સંપૂર્ણ સમર્થન આપવા ખાતરી આપેલ છે