ફેસબુક પર ભેંસ ખરીદી તળાજાનાં પશુપાલક સાથે ફરી છેતરપીંડી

ભાવનગર જિલ્લાના તળાજા ના હબુકવડ ગામના પશુપાલક એ સોસીયલ મીડિયા ના માધ્યમથી પોતાની પાસે રહેલ ભેંસ નો સોદો કરેલ હતો.એકલાખ દસ હજારમાં ભેંસ વેચી હતી. ભેંસ લેવા આવ્યા ત્યારે રોકડ પેમેન્ટ આપવના બદલે વિશ્વાસ સંપાદન કરી ચેક આપેલ હતો.જે ચેક નાખતા બાઉન્સ થયેલ. આથી પશુપાલક ને પોતે છતરાયા હોવાનો અનુભવ થયો.આથી ચેક બાઉન્સ ની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેને પાંચેક માસ થઈ ગયા.બીજી તરફ ગઈકાલે મહેસાણા તરફ થી જે ડ્રાઇવર વાહન લઈ ભેંસ ભરવા આવેલ તે મહુવાના દેગવડા ભેંસ ભરવા આવેલ હોઈ તે જોઈ જતા ડ્રાઇવર ને પકડી પાડેલ હતો.જોકે ડ્રાઇવરે વાહન માલિકને ફોન કરતા આખોય મામલો તળાજા પોલીસ મથક ખાતે રાત્રે પહોંચ્યો હતો. પોલીસ મથકે પહોંચેલ ઘટના એ ચકચાર જગાવી હતી.જેમાં જાણકાર સૂત્રોએ જણાવ્યું હતુંકે ફેસબુક ના માધ્યમથી મહેસાણા તરફની એક ગેંગ છે જે ભેંસની ખરીદી માટે મેસેજ અને ફોન થી વાત કરે છે.ભેંસ ના ફોટા મોકલ્યા પછી ખરીદી ની રકમ નક્કી થાય છે.રોકડ રૂપિયા આપવાના બદલે વિશ્વાસમા લઈ ચેક આપેછે.ચેક આપ્યા અને ભેંસ લઈ ગયા બાદ થોડા દિવસની મુદત માગે છે બેંકમાં ચેક નાખવા માટે.ચેક નાખ્યા પછી તે બાઉન્સ થાય છે. ઈન્ટરનેટ ના માધ્યમથી અનેક પ્રકારે રૂપિયાની છેતરપીંડી થાય છે પરંતુ પશુઓ ની ખરીદી કરી છેતરપીંડી આચરવમાં આવે છે તેવું પ્રથમ દાખલો સામે આવ્યો છે.