ભાવનગરનાં પાદરી(ગો) ગામે પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ભાવનગર જિલ્લાના તળાજા ના અલંગ પો.સ્ટે નીચે આવતા પાદરી(ગો) ગામે ગઈકાલે બપોરે ઘરે કોઈ ન હોય ગર્ભવતી પરિણીત યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન અને લગ્નના સાડાત્રણ વર્ષના જીવનનો અંત લાવી દીધો હતો. આ બનાવે ને લઈ ભારે ચકચાર જાગી છે. બનાવ ને લઈ પરણીતાંના પતિએ એ.ડી દાખલ કરવાના બદલે પરણીતાં ના અમદાવાદ ખાતે રહેતા પિતા નંદલાલભાઈ શંભુભાઈ જાની ઉ.વ 55એ પોલીસ મથકે નોંધાવેલ વિગત માં પોતાની દીકરી શીતલના લગ્ન આજથી સાડા ત્રણેક વર્ષ પહેલાં પાદરી(ગો) ગામના હિતેશ કુરજીભાઈ ધાંધલીયા સાથે થયા હતા.ગઈકાલે બપોરેદોઢેક વાગ્યા બાદ દીકરી શીતલ એ ગળેફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતાં તેઓ તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે દીકરીના મૃતદેહને રાખેલો હોયદોડી આવ્યા હતા. હાલ દીકરીના પિતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હોવાનું પોલીસ નિવેદનમાં નોંધાવેલ છે.સાથે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ વધુ આગળ ની જરૂર જણાયે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ પિતાને અજુગતું થયાની શંકા છે. જેને લઈ તળાજા રેફરલ હોસ્પિટલમાં બે ડોકટર ની પેનલ એ પી.એમ કરેલ છે. હાલ ગળેફાંસો ખાધો હોય તેવુ નિશાન જોવા મળેલ છે. એ ઉપરાંત મહિલાના ગર્ભમાં બાળક હોય તેને બહાર કાઢી વજન કરાવેલ અને લોહી લેવામાં આવેલ છે. મોતનું સાચું કારણ જાણવા માટે વિશેરા લઈ ફોરેસનીક લેબ.માં મોકલવા માટે ની કાર્યવાહી કરવામાં આવેલ છે.પ્રાથમિક દ્રષ્ટિએ ગળેફાંસો જ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.