ગાંધીધામ એલસીબી ટીમે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ હવાલે

પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ જિલ્લા પ્રોહી.ની બદી અટકાવવા તેમજ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો પર પાસા તળે અટકાયતી પગલા લેવા જરૂરી સુચના થયેલ. જેથી આરોપી રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના લીસ્ટેડ બુટલેગર વિરુધ્ધ છેલ્લા એકાદ વર્ષમાં પૂર્વ કચ્છ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે. ખાતે વિદેશી દારૂના વિશાળ જથ્થાના છ ગુના દાખલ થયેલ હોય જેથી એલસીબી દ્વારા તેના વિરુધ્ધ પાસા દરખસ્ત તૈયાર કરેલ અને કલેકટર કચ્છ ભૂજની કચેરીએ મોકલી આપવામાં આવેલ અને કલેકટર તરફથી વોરંટ ઈશ્યુ કરવામાં આવતા ઉપરોકત ઈસમને એલસીબીની ટીમ દ્વારા પાસા તળે અટકાયતમાં લઈ ભાવનગર જીલ્લા જેલ, ભાવનગર ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. કે.એન. સોલંકીનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.