ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુપ્રસિદ્ધ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા પછી બરવાળા તાલુકાના કુંડળ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ની સૌપ્રથમ શુભેચ્છા મુલાકાત લીધી હતી.! ભગવાનશ્રી સ્વામિ નારાયણ ની વિચરણ ભૂમિ કુંડળધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઐતિહાસિક તીર્થ કુંડળધામમાં  ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી.!તેમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા કુંડલેશ્વર મહાદેવજીની પૂજા-અર્ચના સાથે દરબારગઢ, ગૌશાળા, સહિતના અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી.! આ કાર્યક્રમમાં મંદિરના હરિભક્તો, સમગ્ર કાર્યક્રમ ના વ્યવસ્થાપક સંત શ્રી અલૌકિક સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો,બોટાદ જિલ્લા ભાજપ પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયા, જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા સહિત ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.! આ પ્રસંગે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.! ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસનો દર્શાવેલ માર્ગ પર અમને ચાલવાની ભગવાન શક્તિ આપે તેવું જણાવ્યું હતું.! કુંડળધામના પ્રણેતા પૂજ્ય સદગુરુ શ્રીજ્ઞાન જીવનદાસજી સ્વામી દ્વારા પણ સૌની સુખાકારી માટે અવિરત કામ કરતા રહો તેવા આશીર્વચન પાઠવ્યા હતા.