લોક રક્ષક દળની 10,459 ભરતી માટેની અરજી આજથી સ્વીકારાશે, હોમગાર્ડના ફોર્મ લેવા ઉમેદવારોની પડાપડી

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો. ત્યારે આજથી લોક રક્ષક દળની 10459 ભરતી પ્રક્રિયા માટેની અરજી સ્વીકારવાની શરૂ થઈ છે, આ માહિતી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમથી આપી છે. બીજીતરફ હોમગાર્ડના ફોર્મ લેવા પણ ઉમેદવારોની પડાપડી થઈ છે.