આગામી દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ તકેદારીના ભાગરૂપે જવેલર્સના વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કરતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ


મે. જે.આર.મોથલીયા પોલીસ મહાનિરિક્ષક, બોર્ડર રેન્જ ભુજ તથા જે.એન.પંચાલ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબની સુચનાથી આગામી દિવાળીના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ તકેદારીના ભાગરૂપે તા.૨૩/૧૦/ર૦ર૧ના કલાક.૧૭/૩૦ થી કલાક.૧૮/૩૦ સુધી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જવેલર્સના વેપારીઓ સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભુજ શહેરના હોસ્પીટલ રોડ તથા બી ડિવીઝન પો.સ્ટે. વિસ્તારના જવેલર્સના વેપારીઓ હાજર રહેલ હતા જેઓને દિવાળીના તહેવાર અનુસંધાને ગંભીર પ્રકારના ગુનાઓ ન બને તે હેતુથી જવેલર્સના વેપારીઓને જવેલર્સની અંદરના ભાગે તેમજ બહારના ભાગે નાઈટ વિઝન સાથેના સીસીટીવી કેમેરા લગાડવા, જુના સોનાની ખરીદી વખતે બીલવાળો જ માલ લેવો, જવેલર્સની બહાર કે જવેલર્સની આજુ-બાજુ કોઈ બુકાનીધારી કે શંકાસ્પદ ઈસમો દેખાય તો તુરંત ૧૦૦ નંબર ઉપર કોલ કરવો તેમજ સોનાની ચીજ-વસ્તુ હેર-ફર કરતી વખતે યોગ્ય સેફટી સાથે બે વ્યક્તિઓ સાથે રહી હેર-ફેર કરવી તેમજ જવેલર્સમાં કામકાજ કરતી વ્યક્તિઓના નામ, સરનામા તથા આધાર- પુરાવા સાથે પોલીસ સ્ટેશને રેકર્ડ જમા કરાવવા તથા જવેલર્સ સાથે બનતા અલગ-અલગ [0ના ગુનાઓની સમજ કરવામાં આવી હતી તેમજ સાથે-સાથે વેપારીઓને કોઈ તકલીફ કે સુચનો હોય તો રજુ કરવા જણાવતા કોઈ રજુઆત થયેલ નહી આમ છતા તકેદારી માટે થાણા ઈન્ચાર્જના પર્સનલ નંબરો તથા પોલીસ સ્ટેશન તથા કંટ્રોલરૂમના નંબરો આપી આગામી દિવાળીના સમયમાં સાવચેતીથી પોતાનો ધંધો કરી શકે તે સારૂ અગત્યના સુચનો કરવામાં આવેલ