ચોરી કે છળકપટથી મેળવેલ કેબલ વાયરો સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધીક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓ ની એક ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન નાના-આસંબીયા -બીદડા રોડ તરફથી ભુજ-માંડવી હાઇવે રોડ તરફ એક મોટર સાઇકલ પર બે ઇસમો જતા હોઇ અને સદર મોટર સાઇકલમાં પાછળ બેસેલ ઇસમ પાસે વાડીની બોરની મોટરનો કાળા કલરનો કોપરનો કેબલના વાયરના શંકાસ્પદ ગુચડા હોઇ જેથી આ મોટર સાઇકલ ચાલકને રોકી આ બંને ઇસમોના નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ નં. (૧) પરેશ દેવજીભાઇ રજપુત ઉ.વ.૨૨ રહે. નાના-આસંબીયા તા.માંડવી-કચ્છ તથા નં.(૨) લક્ષ્મણ જેસંગભાઇ મહેશ્વરી ઉ.વ. ૨૦ રહે. નાના-આસંબીયા તા.માંડવી-કચ્છ. વાળાઓ હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમો પાસે રહેલ કેબલ વાયરોના ગુચડા નંગ-૦૨ આશરે ૬૮ મીટર જેટલો હોઇ જે કોપરના કેબલ વાયરોના ગુંચડાઓ બાબતે બંને ઇસમોની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા હોય તેઓની યુક્તિ- પ્રયુક્તિ પૂર્વક પુછપરછ કરતા મજકુર ઇસમો પૈકી લક્ષ્મણ જેસંગભાઇ મહેશ્વરી નાઓએ જણાવેલ કે,પોતે આજથી આશરે પંદર -વીસ દીવસ પહેલા માંડવી-ભુજ હાઇવે રોડ પર નાના- આસંબીયા ગામની નજીક આવેલ ચંપકલાલ વલ્લભજી છેડા રહે. મુળ નાના-આસંબીયા હાલે રહે. મુંબઇ વાળાની માલીકીની વાડી જે હાલે મહેશ દોલતભાઇ વેલાણી રહે. દુર્ગાપુર તા.માંડવી વાળા વાવેતર કરવા માટે રાખેલ હોઇ તેની વાડીના બોરની મોટરનો કાળા કલરનો કોપરનો કેબલ વાયર ચોરી કરેલ હોવાનું જણાવેલ. જેથી, મજકુર ઇસમોના કબ્જામાંથી નીચેની વિગતેનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ- ૧૦૨ તળે શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી બંને ઇસમોને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)(ડી) તળે અટક કરી વધુ તપાસ સારૂ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

 પકડાયેલ ઇસમો :-

કે પરેશ દેવજીભાઇ રજપુત ઉ.વ.૨૨ રહે. નાના-આસંબીયા તા.માંડવી-કચ્છ

કે લક્ષ્મણ જેસંગભાઇ મહેશ્વરી ઉ.વ. ૨૦ રહે. નાના-આસંબીયા તા.માંડવી-કચ્છ

* કબ્જે કરેલ મુદામાલ :- (કુલ્લે કિ.રૂ.૩૫,૭૬૦/-)

કે કેબલ વાયર – આશરે ૬૮ મીટર કિ.રૂ.૪,૭૬૦/-

કે મોટર સાઇકલ -0૦૧ કી.રૂ।. ૨૫,૦૦૦/-

મોબાઇલ ફોન નંગ- ૦૨, કિં.રૂ. ૬૦૦૦/-