ભારતે 100 કરોડ રસીકરણ ડોઝ ની સિદ્ધિ હાંસિલ કરતા જખૌ PHC કેન્દ્ર ખાતે ઉજવણી તેમજ કોરોના વોરિયર્સ નું સન્માન કાર્યક્રમ યોજવવામાં આવ્યો



સમગ્ર દેશ જ્યારે 100 કરોડ રસીકરણ ડોઝની સિદ્ધિ કરેલ છે, ત્યારે જખૌ PHC ખાતે મેડિકલ ઓફિસર ડૉ. રિયાબેન બામણિયા ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી. તેમજ ડોઝની સિદ્ધિ હાંસલ કરવામાં મદદરૂપ થનાર પાયાના પથ્થર સમાન આરોગ્ય કર્મચારીઓ ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફાર્માલિસ્ટ, લેન ટેક્નિશયન, આશા વર્કર બહેનો, મેલ-ફિમેલ સુઓરવાઇઝર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આયા, વૉર્ડ બોય જેવી તમામ કેડર નું સન્માન કરવામાં આવ્યું. સન્માન કાર્યક્રમ માં અતિથિવિશેષ સ્વરૂપે જખૌ મરીન પોલીસ ના પી.આઈ શ્રી ઇસરાની સાહેબ તેમજ જખૌ પોલીસના પી.એસ.આઈ શ્રી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓના હસ્તે કોરોના વોરિયર્સ નું સન્માન કરી તેઓને સન્માનપત્રક પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ની ઉજવણી જખૌ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને PHC જખૌ દ્વારા રંગોળી બનાવી રંગ-બેરંગી બ્લૂન્સ થી સુશોભન કરવામાં આવેલ.