આડેસર તથા રાપર વિસ્તારમાં રોયલ્ટી વગર ચાઇનાકલે માટી ભરેલ ડમ્પરો ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

એલ.સી.બી એ રાપરના પ્રાગપર અને આડેસરના પલાસવા વિસ્તારમાં થઈ રહેલી ચાઈના કલેની ખનીજ ચોરી ઉપર તવાઈ બોલાવી હતી, તો આડેસર પોલિસે પણ એક ડમ્પર ઝડપી લઈ આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગને જાણ કરાઇ હતી. એલ.સી.બી ઇન્ચાર્જ વિગતો આપતા જણાવ્યુ હતું, કે પૂર્વ કચ્છ પોલિસવડા મયુર પાટિલની સૂચના મુજબ ખનીજ ચોરી અટકાવવા ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન આડેસર પોલિસ મથકની હદના પલાસવા ગામની સીમમાથી રોયલ્ટી વગર 72.260 ટન ચાઇનાકલે ભરેલા 5 ડમ્પર તેમજ રાપરના પ્રાગપર ખાતેથી 110 ટન ચાઇનાકલે ભરેલા 6 ડમ્પર તેમજ એક લોડર મશીન જપ્ત કરી આ બાબતે પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગના નિયામકને જાણ કરવામાં આવી હતી. તો આડેસર પોલિસ મથક પી.એસ.આઈ વિગાતો આપતા જણાવ્યુ કે, તેમની ટીમે પણ પેટ્રોલીંગ દરમિયાન રોયલ્ટી પાસ વગેર 38.010 મેટ્રિક ટન ચાઇનાકલે ભરીને જઇ રહેલા જીજે-10-ડીએક્સ-7245 નંબરના ડમ્પરને જપ્ત કરી ભૂસ્તરશાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ રીતે એલ.સી.બી તેમજ સ્થાનિક પોલીસે રાપર આડેસર વિસ્તારમાં ખનીજ ચોરી સામે બોલાવેલી તવાઈને કારણે આવા તત્વોમાં ફ્ફડાટ મચી જવા પામ્યો