રોડ રસ્તા માટે ગ્રાન્ટ લાખો-કરોડોની મંજૂર થાય છે છતાં જનતા કેમ ખાડામાં …?
copy image

સરકાર તરફથી લાખો કરોડોની ગ્રાન્ટ રસ્તાઓ અને મોટા મોટા બ્રિજ બનાવવા માટે મજૂર થાય છે. છતાં આજે પણ સામાન્ય જનતા કેમ છે ખાડામાં …?? શું આ મસ મોટી ગ્રાંટો માત્રને માત્ર કાગળિયા ઉપર જ હોય છે ? કે એનો યોગ્ય માર્ગે કોઈ ઉપાયોગ પણ થાય છે ? આજે આપણે જોઈ રહ્યા છીએ તમામ સ્થળોએ રોડ રસ્તાઓ હોય કે બ્રિજ હોય એકાદ મામૂલી વરસાદ બાદ તમામની હાલત બદતર બની ગઈ છે. રોડ રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડી ગયેલ છે. સામન્ય જનતાને આ રસ્તાઓ પરથી પસાર થવું પણ જોખમુ ભર્યું છે. આવા રસ્તાઓમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે. કે પછી સદીઓ સુધી ચાઉ કરવાની અને મીઠા લાડવા ખાવાની આ પ્રથા યથાવત રહેશે…? અધિકારીઓ લાખો કરોડોની ગ્રાન્ટ તો મંજૂર કરી છે મોટા સ્ટેજો બાંધી અને સન્માન કાર્યક્રમ પણ યોજાય છે ફૂલોની હારમાળા પહેરાવી અને સન્માન પણ કરાવામાં આવે છે. પરંતુ એ જાણવા જેવો પ્રશ્ન છે કે જેટલી રકમ જનતાના ભાવિના વિકાસ માટે જે કર્યા પાછળ મંજૂર કરવામાં આવે તે પૂરેપુરી રકમ તે કર્યા પાછળ વપરાય છે ખરી…?? ખાલી રકમ મંજૂર કરી અને સન્માનના હાર પહેરી અને મુખ્ય અધિકારીઓની જવાબદારી પૂરી થતી નથી. પરંતુ ખરેખર તેઓએ તો ગ્રાઉંડ રીપોર્ટ કરવો જ જોઈએ કે ખરેખર ક્યાં કામ પાછળ કેટલી રકમ ખરચાય છે અને કેવી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે…? લગતા વળગતા અધિકારીઓ કોઈ દિવસ ગ્રાઉંડ રીપોર્ટ કરતાં નથી. ગ્રાન્ટ મંજૂર કરી અને મસ્ત એસી વાળી ઓફિસમાં બેઠા રહે છે. ખરેખર તેમણે ગ્રાઉંડ રીપોર્ટ કરવી જોઈએ અને તપાસવું જોઈએ કે કેવી રીતે કામ થઈ રહયુ છે તેવી કચ્છ વાસીઓની માંગ છે.