“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ગાંડા બાવળોના લીલા લાકડાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા પો.કોન્સ. રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઇબ્રાહિમ જરાર સમા રહે. દેઢિયા વાળો પોતાના સાગરીતો વડે કોઇ પણ જાતની પાસ પરમીશન વગર વાહતુંક પાસ વગર ટ્રેકટરની ટોલીમાં લીલા ગાંડા બાવળોની ઝાડી કાપીને લાકડા ભરીને દેઢિયા ગામ તરફ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના બે ટ્રેકટરો લીલા લાકડા ભરેલ સાધારા તરફથી આવતા તેને ઉભા રખાવી બન્ને ટ્રેકટરના ડ્રાઇવર (૧) મામદ ઇસ્માઇલ સમા ઉ.વ.૨૭ ધંધો- મજુરી રહે. મોટા દેડિયા, ખાવડા તા.ભુજ તથા (૨) રજાક શકુર સમા ઉ.વ.ર૬ ધંધો-મજુરી રહે.કકરવાંઢ દેઢિયા ખાવડા તા. ભુજ વાળોઓને ટ્રેકટરની અંદર ટોલીમાં ભરેલ લીલા લાકડા કયાથી લાવેલ છે તે બાબતે પુછતા જણાવેલ કે, આ લીલા લાકડા પોતાના શેઠ ઇબ્રાહિમ જરાર સમા વાળાના કહેવાથી મોટી દધ્ધર ગામની સરકારી જમીનમાંથી બાવળો કાપીને દેઢિયા ગામે તેના કોલસાના બનાવાની ભઠી માટે લઈ જતા હતા અને ટ્રેકટરની ટોલીમાં લઈ જવા બાબતે કોઇ સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત પાસ કે પરમીશન જરૂરી આધાર પાસ કે વાહતુંગ પાસ નહી હોવાનું જણાવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • ગાંડા બાવળોના લીલા લાકડાનો વજન આશરે ૩૦૦૦ કિ.ગ્રા. કિં.રૂ. ૬,૦૦૦/-
  • બે મહીન્દ્રા કંપનીના સ્વરાજ ટ્રેકટરો ટોલી સાથે કિં.રૂ. ૪,૦૦,૦૦૦/-