બોટાદ પોલીસસ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

બોટાદ પોલીસસ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અનુસંધાને મહિલાબાળ અધિકારી કે.વીકાતરીયા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી આરકે જાખનિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મહિલા લક્ષી કાયદા અને યોજનાની જાણકારી અંગે સરકારી હાઇસ્કૂલ ખાતે શિબિર કરવામાં આવેલ જેમાં મહિલાઓ લગતા જિલ્લા ના વિવિધ વિભાગો સાથે સંકલન કરી આયોજન કર્યું જેથી કરી વધુ માં વધુ માહિતી નો પ્રચાર પ્રસાર થઈ શકે.. પીબીએસસી કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા મહિલા લક્ષી કાયદાઓ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કામગીરી વિષે માહિતી આપવામાં આવેલ 181 કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા 181 અભયમ વિષે તેમજ એપ્લિકેશન વિષે માહિતી આવેલ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર કામગીરી વિષે માહિતી આપવામાં આવેલ જિલ્લા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રન કર્મચારી નૂતનબેન રાઠોડ દ્વારા મહિલા લક્ષી યોજના વિષે માહિતી આપી અને બોટાદ પોલીસ દ્વારા કાર્યરત શી ટિમ ની માહિતી કોન્સ્ટેબલકાજલ બેન દ્વારા આપવા મા આવી..કાર્યક્રમ દરમિયાન 80 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ સરકારી હાઈસ્કૂલ ના આચાર્ય વર્ષા બેન ગોહેલ અને તમામ સ્ટાફ હાજર રહ્યો.. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પીબીએસસી કાઉન્સેલર રીના બેન વ્યાસ દ્વારા કરવા માં આવ્યું..