ભાવનગર રામકૃષ્ણ મિશન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીની અધ્યક્ષતામાં શિક્ષક સંમેલન પોતાના નિજી શિક્ષણ કાર્ય ઉપરાંત શિક્ષકો ગરીબ સમાજ પ્રત્યે પણ સંવેદનશીલ રહી અનાથ બાળકોને શિક્ષણની મુખ્યધારા સાથે જોડે તેવા ઉદ્દેશથી

ભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૯ થી પ્રારંભાએલ શૈક્ષણિક સાધન સહાય કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અનુકરણીય બન્યો છે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ પ્રતિવર્ષ ભાવનગરની સેવા સંસ્થા દ્વારા શિક્ષક દીઠ પસંદ થયેલ બે – બે વિદ્યાર્થી ઓને શિક્ષણ સહાય પહોંચાડવા આવે છે  મુંબઈ સ્થિત નિલેશ પ્રફુલભાઈ સૂચક પરિવારના અન્ય સહકાર મેઘાણી હોલ ખાતે શિક્ષક સમારોહમાં ડૉ નલિનભાઈ પંડિતની પ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકાના ૮૦૦ થી વધુ શિક્ષકોને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શિક્ષણવિદ પ્રાધ્યાપક રામ કૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર રાજકોટ ના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી ની પ્રેરક ઉપસ્થિતીમાં  શિશુવિહાર ના ઉપક્રમે શિક્ષકોનાં સમાજિક ઉત્તરદાયિત્વ વિષયે પરિસંવાદ યોજાયો આ પ્રસગે નગરપાલિકા દ્વારા સેવા નો પર્યાય બનેલ  શિશુવિહાર નું અભિવાદન થયું તેમજ સ્વામીજી ના વરદહસ્તે શિશુવિહાર દ્વારા શહેર ની ૫૬ શાળા ઓને ૧૦૦ પુસ્તકો ના સંપુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા