દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ૩૧ મો નેત્રયજ્ઞ યોજાયો


દર માસ ના છેલ્લા બુધવારે યોજાતા નેત્રયજ્ઞ માં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની અદ્યતન હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ સંપૂર્ણ મફત આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓના ઓપરેશન કરી અપાય છે ગાયત્રી મંદિર ખાતે યોજાયેલ નેત્રયજ્ઞ ના દર્દી નારાયણો ને રાજકોટ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ લઈ જવાયા હતા દર્દી ઓને ભોજન પ્રસાદ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે કરાવેલ નેત્રયજ્ઞ માં આવતા દર્દી નારાયણો માટે સ્વ મગનભાઈ અમૃતલાલ મસરાણી ની પુણ્યસ્મૃતિ એ શ્રીહનુમંત પેટ્રોલિયમ પરિવાર તરફ થી અલ્પહાર વ્યવસ્થા કરાયેલ હતી રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા