પોલીસે નાણા પરત મેળવી દીધા બાદ ફરી માધાપરના આધેડ 82 હજાર ગુમાવ્યા

ઓનલાઇન ફ્રોડ કરતી ભેજાબોજની ટોળકીઓનો એકવાર શિકાર બન્યા બાદ ફરી ભોગ ન બને તે માટે લોકો સજાગ થઇ જતા હોય છે. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા અવારનવાર ચેતવણી આપવા આવે છે. ત્યારે ઓનલાઇન છેતરાયા બાદ ફરી ધૂતારાના જાસામાં ફસાઇ રૂપિયા 81,698 જેટલી રકમ ગુમાવનારા માધાપરના આધેડનો એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. માધાપર ખાતે નવાવાસ સાત જોટા શેરીમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ભરતભાઇ ધનજીભાઇ પીંડોરીયા માધાપર પોલીસ મથકમાં રામજી, અમર દેવેન્દ્ર એગ્રી, અને મહમદ ફીયાઝ અંનસારી વિરૂધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 14 જુન 2021ના ફરિયાદીના મોબાઇલ ફોન પર અજાણ્યા મોબાઇલ ધારકનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારા મોબાઇલ ફોનમાં ક્રેસ સપોર્ટ એપલીકેશન ખોલો અને મેસજ જુઓ અને રિફન્ડ લખી તમારો તમારા ક્રેડીટ કાર્ડનો નંબર લખો જેથી ફરિયાદીને શંકા જતાં તેમણે પોતાના મોબાઇલ અને કોમ્યુટરમાં ઇન બોક્ષ ચેક કરતાં ફરિયાદીના ક્રેડીટ કાર્ડમાંથી 1 લાખ 29 હજાર અને સેવિંગ એકાઉન્ટમાંથી 8 હજાર અને કરંટ એકાઉન્ટમાંથી 16 હજાર ઉપડી ગયા હતા. જે બાબતે તાત્કાલિક ભુજ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા 45,968 પરત મેળવી આવ્યા હતા. બાદમાં 17 જુન 2021ના બપોરે ફરી અજાણ્યા કોલરે ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે તેમાંથી બાકી રકમ કોઇ બીજા એકાઉન્ટ નંબર આપો તો, તેમાં જમા થશે જેથી ફરિયાદીએ તેમની પન્નીનું બેન્ક એકાઉન્ટ નંબર આપતાં ફરિયાદીની પત્નીના એકાઉન્ટમાંથી રૂપિયા 81,698 ઉપડી ગયા હતા. જેથી ફરી ધુતારાઓની ચુંગલમાં ફસાઇ ગયા હોવાનું જણાતાં આરોપીઓ વિરૂધ વિશ્વાસધાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.